કેરી નું શાક 2003
નામ સાંભળતા ની સાથે જ મો માં પાણી આવી જાય.... મને પણ બહુ જ ભાવતું કેરી નું શાક... વાત છે 2003 ની મારા મિત્ર રતિલાલ ના લગ્ન ની લગ્ન કોટા બાજુ ના નાના એક ગામ માં હતા ઉનાળા નો સમય હતો.. આંબલીયાસન થી કોટા એટલે લગભગ 24 કલાક નો રસ્તો.. જાન લઈને જવાનું એટલે સાથે જમવાની વ્યવસ્થા કરવી પડે વળી પાછુ ટ્રેન માં જવાનું.. ઉનાળા માં લાંબો સમય ચાલે એવું એક જ શાક એટલે કેરી નું શાક.... બન્યું એવું કે સવારે લગભગ 11 વાગે ટ્રેન હતી ... ગાડી માં જમવા માટે કેરી નું શાક અને પૂરી સાથે લીધી હતી.... પ્રથમ રાઉન્ડ માં અમે અને બીજા ગેસ્ટ બધા એ હરખી હરખી ને ખાધું ... સમય એવો હતો અને 24 કલાકે પહોચવાના હતા એટલે બીજો રાઉન્ડ પણ કેરી નું શાક... ટ્રેન માં સફર હતી એટલે એનો એક આનંદ અલગ હોય છે મસ્તી કરતા વાતો કરતા ગીતો ની રમઝટ સાથે કોટા રેલ્વે સ્ટેશન પર ઉતર્યા... ત્યાંથી લગભગ 1 કલાક નો બીજો રસ્તો હતો જે ખાનગી વાહનો દ્વારા જવાનું હતું.. કાચો રસ્તો હતો. ધૂળ ની ડમરીઓ ઉડતી હતી. ખાડા ખૈયા માંથી પસાર થતાં થતાં છેવટે જાન માંડવે પહોંચી. હાશ થઇ. ત્યાં પહોચીને બધા નાહી ધોઈ ને તૈયાર થયા બપોર પડી એટલે બધા જમવા માટે નું આમંત્ર...