Turning Point of Modheshwari
ગણા બધા પ્રસંગો હોય છે જે પ્રસંગો કે જેના કારણે પ્રોત્સાહન મળે અથવા તો શીખવા મળે... આજે એવા જ એક પ્રસંગ ની વાત કરવી છે જેના કારણે અમે આજે આ ઊંચાઈ એ પહોંચ્યા છીએ....
વાત ત્યાર ની છે જયારે હું ઘરે થી એટલે કે આંબલીયાસણ થી Editing કરતો હતો ત્યારે એક મિત્ર સાથે મુલાકાત થઈ નામ હતું એનુ ભાર્ગવ આમ તો સાચું નામ ભવદીપ છે... અવાર નવાર નાના મોટા Editing ના કામ માટે એ મારા ત્યા ઘેર આવતો .. અને અમારી એક સારી એવી મિત્રતા કાયમ થઈ ... શરુઆત નો દોર હતો અમારા બીઝનેસ નો એટલે સરસ રીતે અમારું ગાડું ચાલે જતું હતુ.... આ પ્રસંગ વાત એટલા માટે કરુ છું.. કેમ કે એ મારા દિલ થી જોડાયેલો છે.... જેમ જેમ તમે આગળ વાંચતા જશો ખ્યાલ આવી જશે....
હવે સાલ 2007 મા ભાર્ગવ ના ભાઈ જે લંડન હતો તેના લગ્ન નો ઑર્ડર અમને મળ્યો અને તેની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવા નો ચાન્સ મળ્યો અમારી કરિયર નો સૌથી પહેલો અને સૌથી મોટો પ્રોગ્રામ હતો એ વખત નો....
બ્રિજેશ ના લગ્ન માં પહેલીવાર અમે મેન્યુઅલ ક્રેન બોલાવેલી પ્રોજેક્ટર પણ મૂકેલું અને એ વખત ની અમારી આખી ટીમ ત્યાં હાજર હતી.. હોય જ ને કેમ કે એ ઑર્ડર જ કઈક અલગ હતો.... એટલે સુઘી કે મારા મામા એટલે કે કમલેશમામાં પણ અમારી સાથે એ પ્રોગ્રામ માં આવેલા... બધો જ પ્રસંગ અમદાવાદ મુકામે હતો.... મેન્યુઅલ ક્રેન ની જે વાત કરી એ રિસેપ્શન માં ગોઠવી હતી.... મારી વાત કરુ તો એ વખતે મને વિડિયોગ્રાફી નો રસ વધારે હતો એટલે સ્વાભાવિક છે ક્રેન ની ઉપર બેસી ને વિડિયોગ્રાફી પણ મારે જ કરવાની હોય .... પહેલીવાર ક્રેન નો અનુભવ મળ્યો... અત્યારે જોકે એ ક્રેન લુપ્ત થઈ છે . અને હવે તો ડિજિટલ ક્રેન પણ લુપ્ત થઈ ગઈ છે તેનું સ્થાન ડ્રોને લઈ લીધું છે... રસ પ્રદ વાત એ હતી એ દીવસ ની કે મેન્યુઅલ ક્રેન પર બેસી ને શૂટ કરવાનું હતુ એટલે તમને રાઇડ્સ નો પણ આનંદ મળે એટલે અમારા સ્ટાફ ના બધાએ વરા ફરથી તેનો લાભ લીધો હતો... સૌથી વધુ મજા અમારો બેસ્ટ ઓપરેટર સાગર એને લઈને આવી હતી ... એને થોડા વધુ પડતાં ઝોલા ખવરાવતા હતાં તે ક્રેન પર એટલે એ છેલ્લે ગુસ્સે પણ થઈ ગયો હતો...
હવે વાત કરીએ સુ હતો એ ટનિંગ પોઇન્ટ.... એ પ્રોગ્રામ માં અમારા પાડોશી ગામ ના એવા ગોવિંદ કાકા પણ આવ્યા હતા ..... એમને અમારું કામ અને કામ કરવાની પદ્ધતિ જોઈ અને અમને તેમના દીકરા જીગર ની સગાઈ નો ઑર્ડર આપ્યો.... છેને ખુશ ખબર.. તમે કહેશો કે એક સગાઈ નો ઑર્ડર મળ્યો એમાં શું ખુશ ખબર... એ માત્ર એક શરુઆત હતી એ પણ અમારું કામ જોવા માટે ની એના પછી ગણા બધા મોટા પ્રોગ્રામ એમના ત્યાં કર્યા ... અમારી સફળતા પાછળ જે લોકો નો હિસ્સો છે એમાં ગોવિંદ કાકા નો અને તેમનાં પરિવાર નો રોલ મહત્વ નો છે....
બીજી વાત 1999 થી 2007 સુઘી માં અમે ગણી ઇવેન્ટ કરી પણ બ્રિજેશ ના લગ્ન મા પ્રથમ વાર તેમના પિતા એટલે કે જગદીશભાઈ સાહેબ સ્ટેજ પર અમારા કામ ના વખાણ કર્યા હતા અને ગળે લગાડ્યા હતા.....આ અમારા માટે મોટી જીત હતી... ત્યાર થી લઇ ને આજ સુઘી અમે માત્ર કામ ને મહત્વ આપ્યું છે... અને વળી ને કદી પાછું જોયું નથી... પણ આ તબ્બકે આ માધ્યમ થી જગદીશભાઈ અને તેમના પરિવાર અને ગોવિંદ કાકા અને તેમના પરિવાર નો વિશેષ આભાર માનું છુ.... સાથે અમારી ટીમ નો તો ખરો જ...
એક પાઠ, લેસન આ પ્રસંગ માંથી શીખ્યો કે... તમે બસ નિષ્ઠા અને ઈમાનદારી પૂર્વક તમારું કામ કરતા જાવ... આજ નહી તો કાલ એનું પરિણામ મળશે..... કઈ રીતે અને કેવી રીતે એ આપને નક્કી નથી કરવાનું એ ભગવાન નક્કી કરશે....
આ હતી આજની વાત એક નવા પ્રસંગ સાથે ફરીથી મળીશું... આપનો અભિપ્રાય જરુર થી મોકલશો.... #stroiesbymodheshwari
Comments
Post a Comment