My Team My Success

 20 jan 2022 ના રોજ આપના સહકાર થી લગભગ 2000 Event અમે પુરી કરી છે....

આ ઇવેન્ટ સફળતા પૂર્વક પુરી થવા માટે અમારી પર વિશ્વાસ રાખી ઇવેન્ટ આપનાર તેમજ આ ઇવેન્ટ મા ખડે પગે દીવસ રાત જોયા વગર દોડનાર અમારો સ્ટાફ ... કદાચ તમારા વગર આ લેવલે પહોંચી ના શકત... તે બદલ આપ સહુ નો ખુબ ખુબ આભાર....


જ્યારે કોઈ લેવલે પહોંચી એ છીએ ત્યારે તેમાં માત્ર સફળતા કે નિષ્ફળતા ની સાથે ગણા બધા પ્રસંગો હોય છે.. જે સારા હોઈ શકે કે ખરાબ પણ હોઈ શકે...આ બંને સારા અને ખરાબ પ્રસંગો નું સંયોજન જ આપણને એક સફળતા તરફ લઈ જાય છે....


અમે એવી જ કઈક શરુઆત કરવાં જઈ રહ્યા છીએ... મોઢેશ્વરી પરિવાર ની સફળતા મા બનેલા એવા ગણા પ્રસંગો જેના લીધે આ મુકામ પર અમે છીએ.... કહેવાય છે ને કે જીવન ની પરીક્ષા ક્યારેય પુરી નથી થતી એમ આજે પણ સમય ની સાથે પરીક્ષા પણ થોડી અઘરી થતી જાય છે... તો એવી જ ગણી રસપ્રદ વાતો જે આગળ ની અને વર્તમાન ની તમારી સાથે શૅર કરવાના છીએ.... આની પાછળ નો હેતુ એટલો જ છે કે આ પ્રસંગો થકી કોઈક નો આભાર તો કોઈક ની માફી માગી શકાય અને જે ફોટોગ્રાફર મિત્રો આ ફિલ્ડ માં નવા છે તેમને કઈક શીખવા મળે...
અમારી સાથે જોડાયેલા તમામ ભલે પછી એ સ્ટાફ મેમ્બર હોય કે પછી અમારા ગ્રાહક કે જેને અમને આ તક આપી છે... તમે પણ તમારા અમારી સાથે ના કોઈ સારા કે ખરાબ અનુભવ શેર #Storiesbymodheshwari કરી શકો છો....

Comments

Popular posts from this blog

My Dream Wedding

Wedding Planner

Guru Purnima 2023